‘શિક્ષાપત્રી’માં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલ આજ્ઞા મુજબ અષાઢ સુદી એકાદશી, 23 જુલાઈ 2018 થી શરૂ થઈ રહેલ ચાતુર્માસમાં આ સાથે લખેલ નિયમોમાંથી આપણી શ્રદ્ધા-શક્તિ મુજબના નિયમો લઈ, પ્રભુબળે તે પાળી આપણા પ્રભુ અને પ્રગટ સંતોની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ.

 1. રોજ અડધો કલાક ‘શ્રી સ્વામિનારાયણ’ મહામંત્રનો જપયજ્ઞ કરીએ... કે જપયજ્ઞ સાથે મહામંત્રનું એક પાન લેખન કરીએ.
 2. રોજ આપણા નિયમની માળા સાથે પાંચ, અગિયાર કે વઘુ માળા ફેરવવાનો નિયમ લઈએ. અથવા તો આપણી પૂજામાં કે મંદિરે જતા હોઈએ ત્યાં ‘સ્વામિનારાયણ’ મંત્રના જાપ સાથે અધિક પ્રદક્ષિણા કરીએ.
 3. પ.પૂ. યોગીબાપા કહેતા, ‘આ સમયમાં સગાં-સ્નેહી-મિત્રોમાંથી એકાદ-બે-પાંચને કથાવાર્તા-મહિમાનું ગાન કરીને સભામાં કે મદિંરમાં નિયમિત આવતા કરવા.’ આપણે તે આજ્ઞા પાળવી.
 4. રોજ ‘વચનામૃત’, ‘સ્વામીની વાતો’ સાથે સ્વામિનારાયણ ભગવાન, ગુણાતીતાનંદસ્વામી અને સૌ ગુણાતીત સંતોનાં જીવનચરિત્રોમાંથી એકાદ ગ્રંથનાં એક કે બે પાન સમય અનુસાર વાંચવાં.
 5. શ્રાવણ માસ કે આખો ચાતુર્માસ એકટાણાં કરવાં, વધુ બળિયા હોઈએ તો એક માસ કે પંદર દિવસનાં ધારણાં-પારણાં કરવાં.
 6. સત્સંગ સંવર્ધન કેન્દ્ર દ્રારા આવતા પરિપત્ર મુજબ સભાઓ-સમૈયા-ઉત્સવો ભેળાં મળી ઊજવવાં.
 7. સંતો દ્રારા કે કેન્દ્ર દ્રારા મોકલાતી સત્સંગ ઑડિયો ક્લિપ નિયમિત સાંભળવી.
 8. રોજ ઘરમંદિરમાં કે મંદિર નજીક રહેતા હોઈએ તો સવારે કે સાંજે આરતી કરવી.
 9. નિયમિત ઘરસભા કે મંદિરસભામાં જવું.

આ ઉપરાંત આપણને પ્રભુ પ્રેરણા કરે તે નિયમ કે આપણા ગુરુ આ ઉપરાંત કોઈ વિશેષ નિયમ આપે તો તે લઈ કાર્તિક સુદી એકાદશી-19 નવેમ્બર 2018 સુઘી તે પાળી પ્રભુભક્તિ-ગુરુભક્તિ અદા કરીએ. તે કરવાનું પ્રભુ આપણને સૌને ખૂબ જ બળ આપે-કૃપા કરે તે પ્રાર્થનાઓ છે !

Click here to download...

According to the aagnã given by Bhagwan Shri Swaminarayan in the Shikshãpatri, with the start of the sacred month of Chãturmãs from Ashãd Sudi Ekãdashi on 23 July 2018, let us follow the niyams written below according to our faith and strength, and take as many as we can by drawing on God’s strength, and thereby attain the prasannatã of God and pragat Santo.

 1. Chant the ‘Swaminarayan’ mahãmantra daily… and/or do one page (2 sides) of mantra lekhan while chanting.
 2. Alongside our daily mãlã, do another 5, 11 or more extrã mãlã. OR In your poojã, or when going to the mandir, do extrã pradakshinã while chanting the Swaminarayan mahãmantra.
 3. P.P. Yogi Bapa used to say, ‘During this period, speak of mahimã, kathã-vãrtã to a few friends and relatives, and get them to come to sabhã or to the mandir on a regular basis.’ Let us follow this aagnã.
 4. Everyday, in addition to reading the ‘Vachanãmrut’ and ‘Swami ni Vãto’ – one must also read one or two pages from one of the life biographies of either Swaminarayan Bhagwan, Gunãtitãnand Swami or Gunãtit Santo.
 5. During the whole Chãturmãs, or during the month of Shrãvan, one should fast by eating once a day. If you have the capacity, then for one month or fifteen days, one should do dhãrnã-pãrnã.
 6. According to the newsletters received from the Satsang Samvardhan Kendra, one should attend sabhã, samaiyãs etc and celebrate them together.
 7. Satsang audio clips sent by Santo or Samvardhan Kendra should be listened to regularly.
 8. Everyday either in one’s ghar-mandir or if you live close to the mandir, one must perform or attend the aarti every morning or evening.
 9. One should regularly do ghar-sabhã or attend mandir sabhã.

In addition to this, one may take any other niyams inspired by Shri Thãkorji and follow any extrã niyams given by one’s Guru, until the end of Chãturmãs on Kãrtik Sudi Ekãdashi – 19 November 2018, as an offering of devotion to God and Guru. It is our prayer that God may give us all the strength and grace to follow this!

Click here to download...