‘શિક્ષાપત્રી’માં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલ આજ્ઞા મુજબ અષાઢ સુદી એકાદશી, ૧૨ જુલાઈ ૨૦૧૯ થી શરૂ થઈ રહેલ ચાતુર્માસમાં આ સાથે લખેલ નિયમોમાંથી આપણી શ્રદ્ધા-શક્તિ મુજબના નિયમો લઈ, પ્રભુબળે તે કાર્તિક સુદી એકાદશી-૮ નવેમ્બર ૨૦૧૯ સુઘી પાળી આપણા પ્રભુ અને પ્રગટ સંતોની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ.

 1. રોજ અડધો કલાક ‘શ્રી સ્વામિનારાયણ’ મહામંત્રનો જપયજ્ઞ કરીએ... કે જપયજ્ઞ સાથે મહામંત્રનું એક પાન લેખન કરીએ.
 2. રોજ આપણા નિયમની માળા સાથે પાંચ, અગિયાર કે વઘુ માળા ફેરવવાનો નિયમ લઈએ. અથવા તો આપણી પૂજામાં કે મંદિરે જતા હોઈએ ત્યાં ‘સ્વામિનારાયણ’ મંત્રના જાપ સાથે અધિક પ્રદક્ષિણા કરીએ.
 3. પ.પૂ. યોગીબાપા કહેતા, ‘આ સમયમાં સગાં-સ્નેહી-મિત્રોમાંથી એકાદ-બે-પાંચને કથાવાર્તા-મહિમાનું ગાન કરીને સભામાં કે મદિંરમાં નિયમિત આવતા કરવા.’ આપણે તે આજ્ઞા પાળવી.
 4. રોજ ‘વચનામૃત’, ‘સ્વામીની વાતો’ સાથે સ્વામિનારાયણ ભગવાન, ગુણાતીતાનંદસ્વામી અને સૌ ગુણાતીત સંતોનાં જીવનચરિત્રોમાંથી એકાદ ગ્રંથનાં એક કે બે પાન સમય અનુસાર વાંચવાં.
 5. શ્રાવણ માસ કે આખો ચાતુર્માસ એકટાણાં કરવાં, વધુ બળિયા હોઈએ તો એક માસ કે પંદર દિવસનાં ધારણાં-પારણાં કરવાં.
 6. સત્સંગ સંવર્ધન કેન્દ્ર દ્રારા આવતા પરિપત્ર મુજબ સભાઓ-સમૈયા-ઉત્સવો ભેળાં મળી ઊજવવાં.
 7. સંતો દ્રારા કે કેન્દ્ર દ્રારા મોકલાતી સત્સંગ ઑડિયો ક્લિપ નિયમિત સાંભળવી.
 8. રોજ ઘરમંદિરમાં કે મંદિર નજીક રહેતા હોઈએ તો સવારે કે સાંજે આરતી કરવી.
 9. નિયમિત ઘરસભા કે મંદિરસભામાં જવું.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરી માસમાં નૂતન મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા છે ત્યાં સુધી દરેક હરિભક્તે ભજન, તપ, વ્રત, સેવા કે સત્સંગના વિકાસ માટે... પ્રભુ પ્રેરણા કરે તે કે આપણા ગુરુ પાસેથી કંઈક ને કંઈક વિશેષ નિયમ લઈ, તે પાળી પ્રભુભક્તિ-ગુરુભક્તિ અદા કરીએ. તે કરવાનું પ્રભુ આપણને સૌને ખૂબ જ બળ આપે-કૃપા કરે તે પ્રાર્થનાઓ છે !

Click here to download...

Chaturmaas will begin on Ashaad Sudi Ekadashi -12 July 2019 and according to Shri Swaminarayan Bhagwan’s aagna in the Shikshapatri, we will all take niyams from the list below, according to our faith and capacity, drawing on the strength of God, until Kartik Sudi Ekadashi on 9 November 2019. Through this, let us please our Lord and pragat Santo.

 1. Chant the ‘Shri Swaminarayan’ mahamantra daily for half an hour… or alongside the chanting, do one page of mantra-lekhan.
 2. Alongside our daily mala, do 5, 11 or more additional mala – or in our pooja or if we go to the mandir daily, then take the niyam of doing extra pradakshina while chanting the Swaminarayan mahamantra.
 3. P.P. Yogi Bapa used to say, ‘During this period, speak to your friends, relatives and acquaintances about the glory of God, and get them to come to the mandir or to the sabha regularly.’ Let us follow this aagna.
 4. Everyday, alongside your reading of the Vachanamrut and Swami ni Vaato, read one or two pages of the life biography of Gunatitanand Swami or any one of the Gunatit Santo, as time permits.
 5. For the month of Shravan or for the whole Chaturmaas period, perform fasting, by eating only one meal a day. Those who are more capable may perform dharna-parna for one month or fifteen days, eating only one meal every other day.
 6. According to the directions received from the Satsang Samvardhan Kendra, to gather for sabha and for the celebration of samaiya and festivals.
 7. Regularly listen to the satsang audio clips sent by Santo or the Satsang Samvardhan Kendra.
 8. Everyday perform the aarti in your ghar-mandir or if you live near the mandir, then go to the arti in the morning or the evening.
 9. Do a regular ghar-sabha, or go to the mandir sabha.

In addition to this, in the run-up to the new mandir Murti Praan Pratistha in January 2020, every haribhakt should take additional niyams as God inspires or as our Guru directs and offer their devotion to God and Guru, through bhajan, prayer, austerities, fasting, seva or any other satsang development activity May God grant us all His grace and the strength to do this. That is our prayer!

Click here to download...